Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પ્રભાસ, દીપીકા અભિનીત ફિલ્મમાં અમિતાભનો સંપૂર્ણ રોલ હશે

આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરાશે અને તે ૨૦૨૨માં રિલીઝ થશે

મુંબઇ,તા. ૨૮: પ્રભાસ અને દિપીકા પદુકોણને મુખ્ય ભૂમિકામાં ચમકાવનાર એક આગામી ફિલ્મ, જેનુ શીર્ષક હજી નક્કી કરાયું નથી, તેમાં અમિતાભ બચ્ચન પણ સામેલ હશે એવી જાહેરાત વૈજયંતિ મુવીઝ પ્રોડકશન કંપનીએ ગયા મહિને જાહેરાત કરી હતી. આ ફિલ્મનું દિગદર્શન જાણીતા તેલુગુ દિગ્દર્શક નામ અશ્વિન કરવાના છે.

ફિલ્મમાં સહ -નિર્માત્રી પ્રિયંકા દતાએ  એક ન્યુઝ પોર્ટલને કહ્યું કે આ ફિલ્મ જેનુ નામ અગાઉ આદિપુરૂષ હોવાનું કહેવાયુ હતુ પરંતુ હવે તે શીર્ષક વિહોણી હોવાનું કહેવાય છે. તેમાં અમિતાભ બચ્ચનનો રોલ નાનો -સૂનો કે મહેમાન કલાકારનો નહીં પણ સંપૂર્ણ સ્તરનો હશે. અમિતાભ કઇ ભૂમિકામાં હશે એ વિશે પ્રિયંકા દત્તાએ કંઇ કહ્યું નથી, પરંતુ એટલુ કહ્યું કે ત્રણેય મુખ્ય કલાકરો-અમિતાભ, પ્રભાસ અને દીપીકા માટે ઘણા એકશન દ્રશ્યો હશે. દક્ષિણ ભારતની ત્રણ ભાષઓ અમિતાભ બચ્ચનના અવાજને મેચ કરે એવો કોઇ અવાજ શોધવાનો અમારી સમક્ષ મોટો પકડાર છે.

આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરાશે અને તે ૨૦૨૨માં રિલીઝ થશે.

(10:32 am IST)
  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST