Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આવતા મહિને આલિયા ભટ્ટ શરૂ કરશે શુટીંગ

આલિયા ભટ્ટની આગામી ફિલ્મનું શુટીંગ આવતા મહિનાથી શરૂ થઇ જશે.  તાજતેરમાં ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આલિયા-આદિત્ય રોય કપૂર અને સંજય દત્તની ફિલ્મ સડક-૨ સદંતર નિષ્ફળ નિવડી હતી. આલિયા હવે ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મના શુટીંગમાં જોડાઇ જશે. નિર્માતા-નિર્દેશક આલિયાને લઇને એવા દ્રશ્યોનું શુટીંગ કરશે જેમાં ઓછા ક્રુ મેમ્બર્સની જરૂર પડે. સેટ અગાઉથી બનાવાયેલો હતો. તેને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. નિર્માતા ફિલ્મના મોટા અને મહત્વના દ્રશ્યો ઓકટોબર પછીના સમયમાં કરશે. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મ આ વર્ષે અગિયારમી સપ્ટેમ્બરના રિલીઝ થઇ જવાની હતી. પરંતુ કોરોનાએ નિર્માણ કાર્ય અટકાવી દીધું હતું. આ ફિલ્મનું અગાઉ થોડુ ઘણુ શુટીંગ થઇ ગયું હતું. આલિયા પણ ફરીથી સેટ પર જવા આતુર છે. ફિલ્મમાં અજય દેવગણ પણ ખાસ ભુમિકામાં જોવા મળશે.

 

 

(9:54 am IST)