Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બંબઇયા મસાલાથી ભરપુર છે અનન્યા-ઇશાનની ફિલ્મ

દર્શકોને નવી-નવી ફિલ્મો હાલમાં ડિજીટલ પ્લેટફોર્મ પર જોવી પડે છે. ખુબ ચર્ચામાં રહેલી અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ખાલીપીલી પણ બીજી ઓકટોબરે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. આ ફિલ્મનું ટીજર અને ટ્રેલર બંને દર્શકોને ગમ્યા છે. ટ્રેલર જોતાં લાગે છે આખી ફિલ્મ બંબઇયા મસાલાથી ભરપુર છે. ઇશાન અને અનન્યાની જોડી જમાવટ કરી રહી છે. ત્રેપન સેકન્ડના ટ્રેલરમાં ઇશાન અને અનન્યા એકશન કરતાં પણ જોવા મળ્યા છે. જયદિપ અહલાવત આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. તે ફરીથી અહિ પોતાના ગેંગ્સ ઓફ વાસેપુરવાળા લૂકમાં જોવા મળ્યો છે. ફિલ્મની સમગ્ર કહાની મુંબઇની છે અને અહિ જ તેનું શુટીંગ થયું છે. મકબુલ ખાન નિર્દેશીત આ ફિલ્મ ઝીપ્લેકસ પર ઓનલાઇન રિલીઝ થશે. અનન્યા અને ઇશાન પણ પોતાની આ ફિલ્મ માટે ખુબ આતુર છે. બંનેને આશા છે કે દર્શકોને ફિલ્મ ચોક્કસ ગમશે.

 

(9:54 am IST)