Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

આવી રહી છે દીપાની ફિલ્મ ફનીબોય

લાંબા સમય પછી દીપા મહેતા ફરી એક ફિલ્મ લાવી રહ્યા છે. દસમી ડિસેમ્બરે મીરાની ફિલ્મ ફની બોયનો ડિજીટલ પ્રિમીયર છે. આ ફિલ્મમાં સિત્તેર-એંસીના દસકમાં શ્રીલંકામાં થયેલા તમિલો અને સિંહલિયોના સંઘર્ષ વચ્ચે એક યુવકના અનુભવની કહાની છે. કેનેડામાં વસેલી ભારતીય મુળની દીપા મહેતાએ અર્થ-૧૯૪૭,  ફાયર, વોટર જેવી ફિલ્મો આપી છે. સમલૈંગિક સંબંધો પર આધારીત ફાયરમાં શબાના આઝમી અને નંદિતા દાસની મુખ્ય ભુમિકા હતી. વોટર ફિલ્મના વારાણસીમાં શુટીંગ વખતે વિરોધ થતાં દીપાએ બાદમાં સેન્ટ લુસિયામાં એ ફિલ્મ બનાવી હતી. ફાયર રિલીઝ થઇ ત્યારથી ભારતમાં સમલૈંગિકતા પર ફિલ્મોનો સિલસિલો શરૂ થયો હતો અને જે તે વખતે ફિલ્મના વિષયને કારણે ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે એ પછી અદોસ્તાના, અલિગઢ, બોમ્બે ટોકિઝ, એક લડકી કો દેખા તો ઐસા લગા, માય બ્રધર નિખીલ, શુભ મંગલ જ્યાદા સાવધાન જેવી ફિલ્મો સમલૈંગિક વિષયો પર આવી ચુકી છે. જેનો કોઇએ વિરોધ કર્યો નથી.

(10:04 am IST)