Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શું તમે જાણો છે સાચો જવાબ ?

KBC :૧ કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક

મુંબઇ,તા.૩૦ : કૌન બનેગા કરોડપતિના ગુરૂવારના એપિસોડમાં ૧ કરોડ રૂપિયા માટે સવાલ પુછવામાં આવ્યો હતો. ઉત્ત્।ર પ્રદેશના ગાજીયાબાદથી આવેલ ઈંગ્લીશ ટીચર છવિ કુમારે આ સવાલ ફેસ કર્યો હતો. અમિતાભ બચ્ચને છવિ કુમારને ૧ કરોડ માટે જે સવાલ પૂછ્યો તે એસ્ટ્રોનોમી સાથે જોડાયેલો હતો.

એક કરોડ રૂપિયા માટેનો સવાલ

એક કરોડ માટે અમિતાભે જે સવાલ પૂછ્યો હતો કે આ પ્રમાણે હતો- ૨૦૨૪ સુધી પહેલી મહિલા અને આગળના પૂરૂષને ચંદ્રમા પર ઉતારવા માટે અમેરિકા અંતરિક્ષ કાર્યક્રમનું નામ કઈ યુનાની દેવીના નામ પર રાખવામાં આવ્યું છે? અમિતાભે આ સવાલના જવાબ માટે ચાર ઓપ્શન આપ્યા હતા.

A. રિયા

B. નેમેસિસ

C. એફ્રોડાઈટ

D. એર્ટેમિસ

તેમનો વધુ વિશ્વાસ રિયા પર હતો

થોડીવાર વિચાર્યા બાદ છવિએ ગેમને કિવટ કરવાનો નિર્ણય લીધો હતો. છવિ ઓપ્શન એ અને ઓપ્શન ડી માટે અંદાજો લગાવી રહી હતી. પરતુ તેમનો વધુ વિશ્વાસ રિયા પર હતો. જો કે તેમણે રિસ્ક ન લેતા રમતને છોડવાનો નિર્ણય લીધો હતો. તેમણે રમત છોડતી વખતે ઓપ્શન એ એટલે કે રિયા પર લોક કર્યું હતું. જો કે તે વિકલ્પ ખોટો હતો અને છવિ હારતા હારતા બચી ગઈ. આ સવાલનો સાચો જવાબ હતો ઓપ્શન ડી એટલે કે એર્ટેમિસ.

(10:07 am IST)