Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અલાયા એફએ જન્મ દિવસના ઉજવણીની બોલ્ડ તસ્વીર ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા લોકોની ધડકનો વધી ગઈઃ ૧.૨૭ લાખ લાઈકસ મળી

નવી દિલ્હી: અલાયા એફની માતા અને અભિનેત્રી પૂજા બેદી પોતાના બિંદાસ અંદાજ માટે જાણિતી છે. તો બીજી તરફ તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તે બોલ્ડનેસના મામલે પોતાની માતા પર ગઇ છે. બોલીવુડ એક્ટ્રેસ અલાયા એફએ શનિવારે પોતાનો 23મો જન્મદિવસ એકદમ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો. તેમણે સેલિબ્રેશનની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરીને લોકોને દિલની ધડકનો વધારી દીધી છે

તસવીરોમાં અલાયા એફ હંમેશાની માફક એક નવા અને અલગ અંદાજમાં જોવા મળી રહી છે. અલાયાએ અવસર પર મેટાલિક સિલ્વર કલરની બિકનીમાં પોતાના નામના અંગ્રેજી અક્ષરો AF સાથે સુંદર પોઝ આપ્યો છે. હવે તેમની જોરદાર  પ્રશંસા કરી રહ્યા છે. ગત રાત્રે શેર થયેલી તસવીરોને અત્યાર સુધી 1 લાખ 27 હજાર લાઇક્સ આવી ચૂકી છે.

અલાયાએ પોતાના ફોટોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે ' બધુ શાનદાર લાગી રહ્યું છે. તમામના પ્રેમ અને જન્મદિવસની શુભેચ્છાઓ માટે ધન્યવાદ. લોકો સતત તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે તેમની તસવીરોની પ્રશંસા કરી રહ્યા છે

(5:32 pm IST)