Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બંગાળી ફિલ્મ 'ડ્રેક્યુલા સર' હવે હિન્દીમાં દિવાળી પર થશે રિલીઝ

મુંબઈ: બંગાળી ફિલ્મ 'ડ્રેક્યુલા સર' હવે ટૂંક સમયમાં હિન્દીમાં રિલીઝ થશે. નિર્માતાઓએ દિવાળીના પ્રસંગે 13 નવેમ્બર 2020 ના રોજ થિયેટરોમાં ફિલ્મ 'ડ્રેક્યુલા સર' રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ મૂળ બંગાળીમાં બનાવવામાં આવી છે. હવેથી તેને હિન્દીમાં ડબ કરવામાં આવશે. દુર્ગાપૂજા પ્રસંગે 21 ઓક્ટોબર 2020 ના રોજ પશ્ચિમ બંગાળમાં 'ડ્રેક્યુલા સર' રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા અનિર્બન ભટ્ટાચાર્ય, અભિનેત્રી-સાંસદ મીમી ચક્રવર્તી અને રૂદ્રાનીલ ઘોષ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તરણ આદર્શે શુક્રવારે ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું કે- 'હવે હિન્દીમાં બંગાળી ફિલ્મ ડ્રેક્યુલા સર, જે 21 ઓક્ટોબર 2020 ના રોજ પશ્ચિમ બંગાળમાં રીલીઝ થઈ હતી ... ડબ હિંદી સંસ્કરણ 13 નવેમ્બર 2020 થિયેટરોમાં આવશે

(5:27 pm IST)