આવી રહ્યો છે વધુ એક કોમેડી શો રામપ્યારે સિર્ફ હમારે
કોરોના મહામારીના અનિશ્ચિતતા અને ઉદાસીભર્યા માહોલમાંથી લોકો બહાર આવાવ પ્રયાસ કરી રહ્યા છે. ટીવી ચેનલો પણ નવું મનોરંજન આપવા તૈનાત થઇ છે. એક કોમેડી શો પાંચમી ઓકટોબરથી આવી રહ્યો છે જેનું નામ-'રામપ્યારે સિર્ફ હમારે' છે. શોમાં દુલારી નામની એવી પત્નિની કહાની છે જે પોતાના સુંદર પતિ રામપ્યારેની બીજાની નજરોથી સતત બચાવે છે. રામપ્યારેની ભુમિકા અભિનેતા નિખિલ ખુરાના નિભાવી રહ્યો છે. પ્રોમોના શુટીંગમાં તેને ભગવાન રામના અવતારમાં દેખડાયો છે. નિખિલે કહ્યું હતું કે આ લૂક ધારણ કરવામાં ખુબ મહેનત લેવાઇ હતી. આ રોલમાં પત્નિ સાથે સ્કૂટરની સવારી પણ કરવાની હતી. મેકઅપ કરવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સામાન્ય રીતે મને તૈયાર થવું બહુ ગમતું નથી. પણ અહિ આ ટાળવું મુશ્કેલ હતું. રામપ્યારે...ની કહાની હેન્ડસમ પતિની છે જે એક બ્યુટીપાર્લર ચલાવે છે. ભોપાલમાં સોૈથી સારી સેવા આ બ્યુટી પાર્લરમાં જ મળે છે. પતિ અહિ આવતી બીજી મહિલાઓની નજરથી બચે તે માટે પત્નિ સતત નજર રાખે છે.