દર્શકોનો આભાર વ્યકત કર્યો બોબીએ
પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમની બંને સિઝનને દર્શકોએ જબરદસ્ત પસંદ કરી છે. બોબી દેઓલે આ સિરીઝમાં કહેવાતા બાબા નિરાલાનો રોલ નિભાવ્યો છે. સિરીઝને મળેલા ખુબ સારા આવકારને કારણે હવે નિર્માતા ત્રીજો ભાગ લાવવાની તૈયારીમાં છે. બોબી દેઓલે કહ્યું હતું કે દર્શકોના પુષ્કળ પ્રેમથી હું અભિભુત થયો છું. અમે હવે ત્રીજી સિઝનની રાહમાં છીએ. આશ્રમ સિરીઝને ભરપુર પ્રેમ આપવા બદલ હું તમામ દર્શકોનો આભારી છું. સિરીઝમાં ડોકટરની ભુમિકા ભજવી રહેલી અનુપ્રિયા ગોએન્કાએ ત્રીજી સિઝન વિશે કહ્યું હતું કે હું જોઇ કંઇ કહીશ તો નિર્માતા મને મારશે. પણ આશા છે કે આવતા વર્ષે ત્રીજો ભાગ પણ આવી શકે. બાબા નિરાલાની ભુમિકામાં જોવા મળેલા બોબી દેઓલની આ સિરીઝ ક્રાઇમ-થ્રિલર-ડ્રામા છે. આશ્રમની કહાની કાલ્પનીક શહેર કાશીપુર પર આધારીત છે. જ્યાં સ્વયંભુ બાબા નિરાલાના અસંખ્ય ભકત છે. જેઓ બાબા પર આંધળો વિશ્વાસ કરતાં હોય છે. ડ્રગ્સ, રેપ, નરસંહાર અને રાજનીતિ આવુ બધુ જ કહાનીમાં છે.