બડે દિલવાલા પ્રભાસની ત્રણ ફિલ્મો કતારમાં
બાહુબલી અભિનેતા માત્ર ફિલ્મના પાત્ર પુરતો જ નહિ, દિલનો પણ બાહુબલી છે. તેણે પોતાના જીમ ટ્રેનરને એક કાર ગિફટમાં આપી છે. પંદર-સતર લાખવાળી કાર નહિ પણ પુરા ૭૩ લાખની કિંમતની રેન્જ રોવર કાર પ્રભાસે ભેટમાં આપી સાબિત કરી દીધું છે કે તેનું દિલ પણ અત્યંત વિશાળ છે. પ્રભાસ, તેના જીમ ટ્રેનર અને ગિફટમાં અપાયેલી કારની તસ્વીરો વાયરલ થઇ છે. જીમ ટ્રેનરનું નામ લક્ષમણ રેડ્ડી છે. રેડ્ડી સાથે પ્રભાસ તેમજ તેની પત્નિ અને બે દિકરીઓ પણ તસ્વીરમાં જોવા મળે છે. એક દિકરી કારના બોનેટ પર બેઠેલી છે. પ્રભાત હવે ઓમ રાઉતની ફિલ્મ આદિપુરૂષ કે જે રામાયણ પર આધારીત છે તેમાં રામના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત તે દિપીકા પાદુકોણ સાથે એક સાયન્સ ફિકશન થ્રિલર ફિલ્મમાં જોવા મળવાનો છે. વૈજયંતિ પ્રોડકશન દ્વારા આ ફિલ્મ બની રહી છે. નાગ અશ્વિન તેના નિર્દેશક છે. તેમજ પૂજા હેગડે સાથે પણ પ્રભાસ રાધે શ્યામમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે સચિન ખેડેકર, મુરલી શર્મા, ભાગ્યશ્રી, કૃણાલ રોય કપૂર, સાશા છેત્રી પણ છે.