ફિલ્મ જગત
News of Wednesday, 11th November 2020

અભયની વધુ એક સિરીઝ માટેની તૈયારી

અભિનેતા કૃણાલ ખેમુને વેબ સિરીઝ અભય ખુબ ફળી છે. આ કારણે તેને પોતાની અભિનય ક્ષમતા દેખાડવાની પણ ભરપુર તક મળી છે. અભય નામની વેબ સિરીઝથી કૃણાલે ડિજીટલ પ્લેટફોર્મ પર દમદાર એન્ટ્રી કરી હતી. તેની બીજી સિરીઝ પણ જબરદસ્ત રહી હતી અને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. હજુ પણ આ સિરીઝ લોકો જોઇ રહ્યા છે. ત્યાં હવે અભયના ત્રીજા ભાગની તૈયારી શરૂ થઇ ગઇ છે. ઝી ફાઇની આ સિરીઝમાં કૃણાલ ઇન્વેસ્ટીગેશન ઓફિસર અભય પ્રતાપનો રોલ નિભાવી રહ્યો છે. પહેલી કરતાં બીજી સિઝનમાં કહાની વધુ ડાર્ક દેખાડાઇ છે. અહિ અભયનો સામનો ખુંખાર ગુનેગાર રામ કપૂર સાથે થાય છે. હવે ત્રીજી સિઝનની લોકો રાહ જોઇ રહ્યા છે. નિર્દેશક કેન ઘોષની પહેલી સિરીઝમાં કૃણાલ સાથે દિપક તિજોરી, રિતુરાજસિંહ હતાં. તો બીજી સિઝનમાં રામ કપૂર, ચંકી પાંડે, બિદીતા બેગ, આશા નેગી, રાઘવ જુયલ, નિધી સિંહ, શાન કક્કર સહિતે કામ કર્યુ છે.

(10:10 am IST)