ફિલ્મ જગત
News of Friday, 15th January 2021

અજય સાથે ત્રીજી વખત રકુલપ્રિત

અજય દેવગણ અને રકુલપ્રિત સિંહ સતત ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે. દે દે પ્યાર દે ફિલ્મમાં રકુલપ્રિતે અજયની ખુબ નાની વયની પ્રેમિકાનું પાત્ર ભજવ્યું હતું. આ બંને મે ડે નામની બીજી ફિલ્મ પણ કરી રહ્યા છે. જેનું શુટીંગ ચાલુ છે. હવે રકુલપ્રિત સતત ત્રીજી ફિલ્મ અજય સાથે કરી છે. જેમાં સિધ્ધાર્થ મલ્હોત્રા પણ છે. થેન્ક ગોડ નામની આ ફિલ્મનું નિર્દેશન ઇન્દ્ર કુમાર કરી રહ્યા છે. નિર્માતા ભુષણ કુમાર અને યશ શાહ છે. અજય સતત ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત છે. કોરોના કાળ વચ્ચે સાવધાની પુર્વક તે કામ કરી રહ્યો છે.  મે ડે ફિલ્મનું તો નિર્દેશન પણ અજય પોતે કરી રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન પણ છે. અજયની અન્ય ફિલ્મોમાં મેદાન, આરઆરઆર, ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, તમિલ સુપરહિટ કૈથીની હિન્દી રિમેક, ગલવાન ઘાટી પર આધારીત એક ફિલ્મ અજયના હાથ પર છે. આ ઉપરાંત રોહિત શેટ્ટી સાથે ગોલમાલ-૩ અને સિંઘમ-૩ પણ કતારમાં છે. ચાણકયમાં પણ અજય  મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે.

(10:26 am IST)