ફિલ્મ જગત
News of Friday, 15th January 2021

‘કહો ના પ્‍યાર હૈ...' ફિલ્‍મથી બોલિવૂડમાં પર્દાપણ કરનાર ઋત્‍વિક રોશનનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ પોતાને ‘કિંગ' કહ્યો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ઋતિક રોશનએ 21 વર્ષ પહેલા આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'ની સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ પ્રસંગને તેના ચહાકો માટે ખાસ બનાવવા માટે ઋતિક રોશનએ ગુરૂવારના તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઋતિક રોશને પોતાને 'કિંગ' પણ કહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં ઋતિક રોશન તેના પુત્ર હ્રેહાન અને હ્રિધાનની સાથે સાયકલની સવારીની મજા મણતો જોવા મળી રહ્યો છે. તેની કેપ પર લખ્યું છે 'The King'.

ઋતિક રોશનએ તેના કેપ્શનમાં હેશટેગનો ઉપયોગ કરી લખ્યું છે, '#daddycool' જ્યારે સ્ક્રીન પર 'હાઈ ઓન લવ' લખેલું જોવા મળી રહ્યું છે.

ઋતિક રોશનની આ ડેબ્યૂ ફિલ્મને તેના પિતા રાકેશ રોશનએ નિર્દેશિત કરી છે, જેમાં અભિનેતાની કો સ્ટાર તરીકે અમિશા પટેલને કાસ્ટ કરવામાં આવી હતી.

હાલમાં જ ઋતિક રોશનએ 10 જાન્યુઆરીના તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ફાઈટરની જાહેરાત કરી છે. જેમાં તે દીપિકા પાદુકોણ સાથે કામ કરતો જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મના નિર્દેશક છે. જેમણે વર્ષ 2019માં આવેલી ઋતિક રોશનની ફિટ ફિલ્મ 'વોર' બનાવી હતી.

(5:12 pm IST)