ફિલ્મ જગત
News of Wednesday, 16th September 2020

રાજેશની ફિલ્મનું લંડનમાં થશે ૪૮ દિવસ શુટીંગ

બોલીવૂડમાં નવી ફિલ્મોના કામ પણ હવે શરૂ થઇ ગયા છે. અગાઉ મોતીચુર ચકનાચુર અને બોલે ચુડીયા જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચુકેલા રાજેશ ભાટીયા હવે નિર્દેશક અને લેખકના રૂપમાં નવી શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મની કહાની લંડન અને ભારતમાં સેટ છે. એક એવા વ્યકિતની વાત છે જે કર્મના કાયદામાં વિશ્વાસ રાખે છે. તે માને છે કે તમે જેવું કરશો એવું જ મેળવશો. આ આમ આદમીની કહાની છે. 'ઇન્સ્યુરન્સ-કર્મા વિલ ગેટ યુ' નામની આ ફિલ્મ એવા વ્યકિતના મિશનની કહાની છે જે કોૈભાંડોનો પર્દાફાશ કરે છે. રાજેશે આ પહેલા અનેક વિજ્ઞાપન ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. તે ત્રણ વર્ષથી તેની ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતાં. લોકડાઉનમાં પણ ટીમ સાથે મળી હાર્ડ સ્ક્રિપ્ટનું નિર્માણ કરી લીધું હતું. હવે પ્રી-પ્રોડકશનનું કામ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં વીએફએકસનો પણ ઉપયોગ કરવામાં આવશે. રાજેશની આ મહાત્વાકાંક્ષી અને મોંઘી પરિયોજના છે. આ ફિલ્મનું પ્રારંભીક શુટીંગ લંડનમાં સતત ૪૮ દિવસ સુધી કરવામાં આવશે.

 

(10:22 am IST)