ફિલ્મ જગત
News of Wednesday, 16th September 2020

બાળકોને મળવા સંજય દત્ત પત્ની માન્યતા સાથે ચાર્ટર પ્લેનથી દુબઇ જવા રવાના : સોશિયલ મીડિયા પર ફોટો વાઇરલ

મુંબઈ: બોલિવૂડ એક્ટર સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે દુબઈ જવા રવાના થયા હતા. તે પોતાના જોડિયા બાળકો શહરન અને ઇકરાને મળવા દુબઇ જઈ રહ્યો છે. આ દરમિયાન પત્ની માન્યતા દત્તે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. માન્યતાએ સંજય દત્ત સાથે એક સેલ્ફી શેર કરી છે, જેમાં બંને ફ્લાઇટની અંદર બેઠા જોવા મળે છે. આ સેલ્ફીમાં સંજય દત્ત કલીન શેવમાં કેમેરા સામે પોઝ આપતો નજરે પડે છે. આ તસવીર શેર કરતી વખતે,માન્યતાએ એક ખૂબ જ નાનું અને ક્યૂટ કેપ્શન લખ્યું છે, જેમાં લખ્યું છે - Enroute Life.

(5:47 pm IST)