અનન્યાના હાથ પર બે ફિલ્મો
બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરતાંની સાથે જ પોતાના અભિનય થકી અસંખ્ય ચાહકો બનાવી ચુકેલી અનન્યા પાંડે સોશિયલ મિડીયા પર પણ સતત ચાહકોના સંપર્કમાં રહે છે અને સમયાંતરે હોટ-બોલ્ડ-બ્યુટીફુલ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તે તેના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. બ્લુ સ્લિટ ડ્રેસમાં તે કાતિલ અંદાજમાં જોવા મળી હતી. આ તસ્વીરને ધડાધડ લાઇકસ અને કોમેન્ટ્સ મળવા માંડી હતી. સુહાના ખાને પણ વાહ લખીને ઇમોજી શેર કરી હતી. તાજેતરમાં જ અનન્યાની ફિલ્મ ખાલીપીલી ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જેમાં તેનું કામ ખુબ વખાણાયું હતું. અનન્યાના હાથ પર હાલમાં બે ફિલ્મો છે. જેમાં શકુન બત્રાની ફિલ્મમાં તે સિધ્ધાંત ચતુર્વેદી અને દિપીકા પાદુકોણ સાથે કામ કરી રહી છે. તો અન્ય એક ફિલ્મમાં તે વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે.