બેબો નામની છોકરી અને સૈફુ નામના છોકરાને સ્પેગેટી અને વાઇનથી પ્રેમ થયો બન્ને ખુશી ખુશી સાથે રહેવા લાગ્યાઃ લગ્નની વર્ષગાંઠ નિમિતે કરીના કપુરે સંદેશ પાઠવ્યો
નવી દિલ્હીઃ બોલીવુડના પાવર કપલ ગણાતા કરીના કપુર ખાન અને સૈફઅલીખાનના લગ્નને આજે આઠ વર્ષ પુરા થઇ ગયા છે. સૈફ અને કરીનાએ ૧૬ ઓકટોબર ર૦૧રના રોજ લગ્ન થયા હતા. આ અવસર પર બેગમ કરીના કપુર ખાને છોટે નવાબ સૈફ અલી ખાનને વિશ કરતા ઇંંસ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો છે.
ફોટા સાથે તેમણે કેપ્શનમાં લખ્યું એક વખતની વાત છે બેબો નામથી એક છોકરી સૈફુ નામનો છોકરો હતો બંનેને સ્પેગેટી અને વાઇનથી પ્રેમ હતો બન્ને ખુશી-ખુશી રહેવા લાગ્યા. તેમણે આગળ લખ્યુ હવે તમને લોકોને હેપ્પી મેરેજનું રહસ્ય ખબર છે તેમણે સ્માઇલીઝ સાથે સૈફ અલી ખાનને એનીવર્સરી વિશ કરી.
તમને જણાવી દઇએ કે કરીના કપુર ખાન, સૈફ કરતા દસ વર્ષ નાની છે. લગ્નને લઇને ખુબ વિવાદ પણ થયો હતો. ર૦૧૬માં કરીનાએ પોતાના પહેલા બાળક તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ કરીના કપુરે ખાને આ વાતની જાણકારી આપી હતી કે તે બીજા બાળકને જન્મ આપવાની છે.