News of Tuesday, 23rd February 2021
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને
રાજકોટ તા. ૨૩ : નીલા ફિલ્મ પ્રોડકશન પ્રાઇવેટ લી. પ્રસ્તુત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલમાં જેઠાલાલને વેપાર ધંધાની મુશ્કેલીઓના કારણે ગડા ઇલેકટ્રોનિકસ અને સાથે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડે તેવા દ્રશ્યો જોવા મળશે. જેઠાલાલ ભયંકર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સોસાયટી અને ધંધો બને છોડવાનો સમય આવશે. લોકડાઉનમાં ભોગીલાલને ક્રેડીટ પર આપેલ સામાન સામે ઉઘરાણી સમયસર નહીં થઇ શકવાથી તેમને આ મુસીબતો આવી પડે છે. દુકાન વેચી નાખવી પડે છે. આ નિર્ણયોથી જેઠાલાલ બહુ દુઃખી છે.આગળ પરિણામો શું મળે છે તે જોવા દર સોમથી શુક્ર રાત્રે ૮.૩૦ પ્રસારીત થતી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નિહાળવી રહી.
(2:38 pm IST)