ફિલ્મ જગત
News of Wednesday, 23rd September 2020

એકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ

અભિનેત્રી અને બિગ બોસની સ્પર્ધક રહી ચુકેલી રશ્મી દેશાઇએ અભિનય કારકિર્દીની શરૂઆત ૨૦૦૨માં અસમીયા ફિલ્મથી કરી હતી. હવે તે ટીવી દુનિયા પર રાજ કરી રહી છે અને લાખોની ફી વસુલી રહી છે. રશ્મિ માટે જો કે આ સફર સરળ નથી રહી. તેણે પહેલી ફિલ્મમાં કામ કર્યુ ત્યારથી માંડી અત્યાર સુધીમાં તેના લૂકસમાં પણ અનેક ફેરફાર થયા છે. પહેલા તે સીધી સાદી દેખાતી હતી અને હવે એકદમ બદલાઇને બોલ્ડ બની ગઇ છે. રશ્મિ દેસાઇને ટીવી શો ઉતરન થકી નામના મળી હતી. હિન્દી ટીવી શોમાં આ તેનો પહેલો શો હતો. એ પછી તેણે દિલ સે દિલ તકમાં પણ કામ કર્યુ હતું. જેમાં તેની સાથે જૈસ્મીન ભસીન અને સિધ્ધાર્થ શુકલાએ મુખ્ય ભુમિકા નિભાવી હતી. આ શોમાં રશ્મિ અને સિધ્ધાર્થની જોડી બધાને ગમી હતી. આ જોડી બાદમાં બિગ બોસમાં પણ જોવા મળી હતી. છેલ્લે રશ્મિ નાગિન શોમાં જોવા મળી હતી. અગાઉ સલમાન ખાનની ફિલ્મ દબંગ-૨માં પણ એક ગીતમાં તેણે કામ કર્યુ હતું.

(9:54 am IST)