નવું-નવું નવ દિવસ: પૂનમ પાંડેએ પતિ સૈમ બોમ્બે પર લગાવ્યો શારીરિક સતામણી, મારપીટ અને ધમકીઓનો આરોપ: ગોવામાં પોલીસે કરી ધરપકડ
મુંબઈ: અભિનેત્રી પૂનમ પાંડેએ થોડા દિવસો પહેલા ગુપ્ત લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા છે. આ માહિતી પૂનમ અને સેમે ખુદ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આપી છે. હવે સમાચાર છે કે સેમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. પૂનમે પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. સેમ બોમ્બે પર શારીરિક સતામણી, ધાકધમકી અને હુમલો કરવાના આરોપોનો સામનો કરવો પડે છે. પૂનમે ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે રાત્રે તેના પતિએ તેની સાથે છેડતી કરી હતી અને માર માર્યો હતો. એટલું જ નહીં, પૂનમે એમ પણ કહ્યું હતું કે સેમ બોમ્બેએ તેના પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. એક અધિકારીએ કહ્યું છે કે આ ઘટના દક્ષિણ ગોવાના કાનાકોના ગામની છે.