મુંબઇ, ગોવા, ઉટીમાં થશે રણવીર સિંહની ફિલ્મનું શુટીંગ
જબરદસ્ત મનોરંજક ફિલ્મો બનાવવા માટે જાણીતા રોહિત શેટ્ટીની પહેલી પસંદ આમ તો પહેલેથી અજય દેવગણ રહ્યો છે. પરંતુ હવે રોહિત બીજા હીરો સાથે પણ ફિલ્મો બનાવી રહ્યો છે. તેની રણવીર સિંહ સાથે ત્રીજી ફિલ્મ બનશે. આ ફિલ્મનું નામ 'સર્કસ' રખાયું છે. જે આવતા વર્ષે રિલીઝ થઇ જશે. ૧૯૮૨માં આવેલી ગુલઝારની ફિલ્મ અંગૂરની આ રિમેક છે. જેમાંસંજીવ કુમાર અને દેવેન વર્મા બંને ડબલ રોલમાં હતાં. હવે સર્કસમાં રણવીર સિંહ ડબલ રોલ નિભાવશે. કોમેડી ઓફ એરર નામના શેકસપિયરના નાટક પરથી અંગૂર બનાવાઇ હતી. સર્કસમાં રણવીર સિંહ સાથે જૈકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે તથા જોની લિવર, સંજય મિશ્રા, વરૂણ શર્મા, મુકેશ તિવારી સહિતના કલાકારો છે. આવતા મહિને જ મુંબઇથી શુટીંગનો પ્રારંભ થશે. બાદમાં ગોવા, ઉટીમાં પણ શુટીંગ કરવામાં આવશે. રોહિતની ફિલ્મ હોય અને ગોવામાં શુટીંગ ન હોય તેવું બને જ નહિ. રોહિત સાથે રણવીર સિંહ અગાઉ સિમ્બા કરી ચુકયો છે. સૂર્યવંશીમાં પણ રણવીરનો કેમિયો છે.