લૂડોમાં ભરપુર કોમેડીનો ડોઝ
અનુરાગ બાસુની ફિલ્મ લૂડોનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા જેવા અનેક સ્ટાર છે. પણ સોૈથી મજેદાર અંદાજમાં અભિનેતા પંકજ ત્રિપાઠી જોવા મળે છે. આ ઉપરાંત રાજકુમાર રાવનો અંદાજ પણ ટ્રેલરમાં જોવા લાયક બન્યો છે. ફિલ્મમાં ચાર અલગ-અલગ કહાની આગળ વધતી જાય છે. એક કહાનીમાં અભિષેક બચ્ચન એક બાળકીનું અપહરણ કરતો જોવા મળે છે. તો બીજી કહાનીમાં સાન્યા અને આદિત્ય રોય કપૂર પ્રેમમાં પડતાં દેખાય છે. તો રાજકુમાર રાવ પાસે તેની જુની ગર્લફ્રેન્ડ પાછી આવે છે અને સાથે બાળક પણ લાવે છે. તે પોતાના પતિને જેલમાંથી બહાર કાઢવામાં મદદ માંગતી જોવા મળે છે. ચોથી કહાનીમાં રોહિત સરાફ કંઇક અલગ જ કરતો દેખાય છે. આ બધાની વચ્ચે પંકજ પોતાને જ ગોળી મારતો જોવા મળી રહ્યો છે. મસમોટી સ્ટાકાસ્ટ અને ટ્રેલર જોતાં ફિલ્મ જબરદસ્ત કોમેડી અને મનોરંજક હશે તેમ સમજાય છે. નેટફિલકસ પર બારમી નવેમ્બરે રિલીઝ થશે.