એકશન માટે તૈયાર સની અને કરિશ્મા
સની લિયોની હવે બોલીવૂડમાં પાછી નથી ફરવાની એવી વાતો વચ્ચે સની અને કરિશ્મા તન્નાને મુખ્ય ભુમિકામાં ચમકાવતી એક વેબ સિરીઝ આગામી ત્રીસમી ઓકટોબરના એમએકસ પ્લેયર પર સ્ટ્રીમ થઇ રહી છે. આ એકશન થ્રિલર સિરીઝનું ટ્રેલર રજુ થઇ ગયું છે. સિરીઝમાં કરિશ્મા તન્ના ટીનાનો રોલ અને સની લિયોની લોલોનો રોલ નિભાવી રહી છે. બે દેશો વચ્ચે ગેરકાયદસેર રીતે થઇ રહેલી હથીયારોની ડીલ અટકાવવાના મિશનની વાત અહિ છે. પણ પુરાવા ભેગા કરવા જતાં રાતોરાત આ બંનેને જિંદગી બદલાઇ જાય છે. સિરીઝમાં સની અને કરિશ્મા જબરદસ્ત ગ્લેમરસ લૂક દેખાડશે અને સાથોસાથ એકશન પણ કરતી જોવા મળશે. કરિશ્મા ટીવી પરદાનું મોટુ નામ છે. તે છેલ્લે અલ્ટ બાલાજીના વેબ શો તુ ભી મહોબ્બતમાં જોવા મળી હતી. સની ઝીફાઇની સિરીઝ કરણજીત કોૈર-ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ સની લિયોનીમાં દેખાઇ હતી. બૂલેટ્સનું શુટીંગ ટીના એન્ડ લોલો નામની ફિલ્મ તરીકે થયું હતું. પણ હવે સિરીઝ રૂપે પ્રદર્શિત થશે