ફિલ્મ જગત
News of Tuesday, 27th October 2020

હર્ષદ મહેતા પર બનેલી વેબ સિરીઝ SCAM-૧૯૯૨નો વિશ્વભરમાં ડંકોઃ આ રેકોર્ડ બનાવનાર બની એકમાત્ર ભારતીય વેબ સિરીઝ

મુંબઇ,તા. ૨૭: જયારથી આ વેબ સિરીઝ રિલીઝ થઇ છે ત્યારથી લોકો તેની વાતો કરી રહ્યાં છે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરી રહ્યાં છે, તેનુ નામ છે સ્કેમ ૧૯૯૨, ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા.એક સ્ટોકબ્રોકરની સ્ટોરી કે જેણે સિકયોરીટી સ્કેમ કર્યો કે પણ ૫૦૦ કરોડનો. ૨૦૨૦માં પણ ૧ કરોડ રૂપિયાની રકમ આપણને મોટી લાગે છે ત્યારે ૧૯૯૨માં ૫૦૦ કરોડ રૂપિયાની રકમ કેટલી મોટી લાગતી હશે તમે તેનો અંદાજો લગાવી શકો છો.

IMDb પર હર્ષદ મહેતાને ૯.૬ રેટિંગ મળ્યુ હતુ અને તે પહેલા નંબર પર આવી ગઇ હતી.

ટોપ શોઝ જેવા કે બ્રેકિંગ બેડ જેને ૯.૫ રેટિંગ મળ્યા છે. Chernobyl કે જેને ૯.૪ રેટિંગ છે, તેમજ ગેમ ઓફ થ્રો્ન્સને ૯.૨ રેટિંગ મળ્યા હતા. આ મોટી મોટી વેબ સિરીઝને પાછળ છોડીને હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.

આ રેટિંગ ૨૦૦૦૦ વોટ્સના આધારે આપવામાં આવી હતી. જયારે Chernobyl અને ગેમ ઓફ થ્રોન્સને ૧૦,૦૦,૦૦૦ વ્યુઝના આધારે આ પ્રકારના રેટિંગ આપવામાં આવ્યા છે.

આવનારા સમયમાં બની શકે કે સ્કેમ ૧૯૯૨ના  રેટિંગ ઓછી પણ થઇ જાય અને વધે પણ ખરા, જો આ જ રેટિંગ મેઇન્ટેન રાખશે તો તે IMDbના  ટોપ રેટેડ શોમાં હંમેશ માટે સ્થાન પામશે.

(11:50 am IST)