માસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ
સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનએ બોકસ ઓફિસ પર જબ્બર ધમાલ મચાવી દીધી હતી. પાંચ વર્ષ પહેલા લોકોએ જેટલી આ ફિલ્મને પસંદ કરી હતી એના કરતાં પણ વધુ પસંદ બાળ કલાકાર મુન્નીને પસંદ કરી હતી. ફિલ્મની સમગ્ર કહાનીમાં મુન્નીનું પાત્ર હાર્દ સમાન હતું. માસુમ મુન્નીનો રોલ હર્ષાલી મલ્હોત્રાએ નિભાવ્યો હતો. આ મુન્ની હવે ઘણી મોટી થઇ ચુકી છે. તેણે પોતાની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે લાલ રંગના ડ્રેસ સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. તેની આ સિવાયની બીજી તસ્વીરો પણ જોતાં એ ખબર પડી જશે કે હર્ષાલી હવે એકદમ બદલાઇ ગઇ છે. ૩ જુન ૨૦૦૮ના જન્મેલી હર્ષાલીએ બજરંગી ભાઇજાન પછી નાસ્તિક, ટીવી શો કુબૂલ હૈ, લોૈટ આઓ તૃષા, સાવધાન ઇન્ડિયા, સબ સે બડા કલાકાર સહિતના શો પણ કર્યા છે. આ ઉપરાંત તેણે બેંક, પોૈષ્ટીક પીણા સહિતની અનેક કોમર્શિલ એડમાં પણ કામ કર્યુ છે.