ફિલ્મ જગત
News of Wednesday, 30th September 2020

પિડા આપનારો સમય જોઇ રહી છે રૂપાલી

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલમાં ટીવી શો અનુપમામાં મુખ્ય રોલ નિભાવી રહી છે. તે કહે છે મારા માટે હાલનો સમય પિડા આપનારો છે. મેં અગાઉ દિકરા સાથે રહેવા માટે સાત વર્ષ કામમાંથી સન્યાસ લીધો હતો. હવે ફરીથી કામમાં જોડાઇ જવાને કારણે દિકરાથી દૂર રહેવું પડે છે. કોરોનાને કારણે હું મારા દિકરાથી શકય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ રાખુ છું. આમ છતાં મારાથી રહેવાય નહિ તો હું તેના પગના તળીયા પર કિસ કરી લઇ વ્હાલ વરસાવુ છું. ગત સાતમી જુલાઇથી સિરીયલનું શુટીંગ થયું ત્યારથી મેં આ જ નિયમ રાખ્યો છે. શુટીંગ પતાવી ઘરે પહોંચ્યા પછી હું દિકરાથી અંતર રાખુ છું. હું સતત દિકરાને બીજા રૂમમાં સુવડાવું છં. મારા પતિ પણ ખુબ સાવચેતી રાખે છે. મને યાદ પણ નથી કે શુટીંગ શરૂ થયા પછી મેં છેલ્લે દિકરાને કયારે ગળે લગાડ્યો હતો. હાલના સમયમાં સલામતિ એ જ સાચો ઉપાય છે. 

(9:54 am IST)