ફિલ્મ જગત
News of Friday, 30th October 2020

મારા પરિવાર માટે એ વિચીત્ર હતું: ભૂમિ

મુંબઇમાં જન્મેલી અભિનેત્રી ભૂમિ પેડનેકરે અભિનય અને મહેતનથી બોલીવૂડમાં સ્થાન મેળવી લીધું છે. પાંચ વર્ષ પહેલા આવેલી તેની ફિલ્મ દમ લગા કે હઇશા થકી તેણે સાબિત કરી દીધું હતું કે અભિનય ક્ષમતા તેનામાં છલોછલ ભરેલી છે. એ પછી તેણે શુભ મંગલ સાવધાન, ટોઇલેટ એક પ્રેમકથા, બાલા,  લસ્ટ સ્ટોરિઝ, ભૂત-પાર્ટ વન, ડોલી કિટ્ટી સોનચિડીયા, પતિ પત્નિ ઓૈર વો, સાંડ કી આંખ સહિતની ફિલ્મો કરી છે. તેની આવનારી ફિલ્મનું નામ દુર્ગાવતિ છે. જેમાં તે આઇએએસ ચંચલસિંહ ચોૈહાણનો રોલ નિભાવી રહી છે. ભૂમિ કહે છે હું અભિનેત્રી બની તે વાત મારા પરિવારને ખુબ વિચીત્ર લાગી હતી. મેં છેલ્લા વર્ષમાં જે કામ કર્યુ છે તે સરળ નહોતું. મારે અભિનેત્રી બનવું હતું એ પહેલા હું વિચારતી હતી કે કઇ રીતે મારા માતા-પિતાને મનાવીશ, કઇ રીતે હું એકટર બનીશ. મારા પિતાએ નાટકોમાં કામ કર્યુ હતું. અગાઉ હિન્દી ફિલ્મોમાં હિરોઇન બનવું ઠીકઠાક નહોતું ગણાતું. મારા પરિવારમાં વકિલો, એન્જિનીયર, ડોકટર્સ છે. હું અભિનેત્રી બની એ બધાને વિચીત્ર લાગ્યું હતું.

(10:04 am IST)