કોયલ પરથી નજર દૂર કરવાનું મુશ્કેલ છેઃ શમીમ માનન
નવા કોમેડી શોમાં અત્યારે વધુ જોવાતા હોય તેવા શોમાં રામ પ્યારે સિર્ફ હમારે પણ સામેલ થયો છે. ઝી ટીવી પર દર્શાવાઇ રહેલા આ શોમાં રામ અને દુલારની પ્રેમકહાની છે. દુલારી કઇ રીતે પોતાના પતિને બીજી છોકરીઓની નજરમાંથી બચાવતી રહે છે તેની વાત કહેવામાં આવી રહી છે. દુલારી સોૈથી પહેલા એવી પડોશણોની નજરમાંથી રામને બચાવે છે જે પડોશણ ખુબ સેકસી, હોટ અને દેખાવડી હોય. આવી પડોશણ અહિ છે અને તેનું નામ છે કોયલ. કોયલનું આ પાત્ર શમીમ માનન નિભાવી રહી છે. શમીમ કહે છે કોયલ એવી છે જેના તરફ તમે આપોઆપ ખેંચાયા વગર રહી જ ન શકો. કોયલની સામે જોયા પછી તેના પરથી નજર દૂર કરવાનું કામ ખુબ મુશ્કેલ છે. રામને કોયલ કેવી રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે તે આ શોમાં ભરપુર કોમીક સાથે દેખાડાઇ રહ્યું છે. ઝીના છેલ્લા ચાર નવા શોમાં રામ પ્યારે સિર્ફ હમારે શો દર્શકોને વધુ ગમ્યો છે.