Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વલસાડ જિલ્લાના ફલધરા ગામે ૧૦૫ વર્ષના માજીએ કર્યું મતદાન

૧૦૫ વર્ષના વૃદ્ધાએ જણાવ્યું કે તેઓ જીવનના અંત સુધી જ્યારે પણ મતદાનની પ્રક્રિયા હશે તેઓ મતદાન કરશે

(કાર્તિક બાવીશી દ્વારા )લોકશાહીની પરંપરાને વલસાડ જિલ્લાના ફલધરા ગામના અને જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળ પટેલના ૧૦૫ વર્ષના માતાએ મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકશાહીની પરંપરાને જીવંત રાખી છે.મનુબેન મદારભાઈ પટેલ ની ઉંમર હાલ 105 વર્ષની છે
તેમણે મતદાર કાર્ડ મળ્યા બાદ અવિરત પણે મતદાન કર્યું છે હવે તેઓ ચાલી શકતા ન હોય જેથી તેમના પરિવારજનોએ કારમાં બેસાડી તેમને મતદાન મથક સુધી લાવી મતદાન મથકના કર્મચારીઓ ના સહયોગથી  મતદાન કરાવ્યું હતું.૧૦૫ વર્ષના  વૃદ્ધાએ જણાવ્યું કે તેઓ જીવનના અંત સુધી જ્યારે પણ મતદાનની પ્રક્રિયા હશે તેઓ મતદાન કરશે

(11:55 pm IST)