Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વડોદરાના વાઘોડિયા ડભોઇ-રિંગરોડ નજીક બસ ચાલકે બાઈક પર જતા યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

વડોદરા: શહેરના વાઘોડિયા  ડભોઇ રીંગરોડ પર ગત રાતે સિટિ બસના ચાલકે સ્કૂટર પર જતા યુવકને ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેનુ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે.પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી બસ ડ્રાયવરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર શિવ સ્પંદન હાઇટ્સમાં રહેતા અરવિંદભાઇ શનાભાઇ સુથાર ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે.તેમનો પુત્ર બ્રિજેશ સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.રવિવારની રજા હોય તે ગતરાતે ઘરે આવ્યો હતો.અને સાંજે સ્કૂટર લઇને મિત્રોને મળવા ગયો હતો.સાડાઆઠ વાગ્યે બ્રિજેશની સાથે તેની માતાએ વાતચીત કરી હતી.પંદર મિનિટમાં આવુ છું,તેવું કહીને બ્રિજેશે ફોન મુકી દીધો હતો.થોડીવાર પછી તેની માતાના નંબર પર બ્રિજેશના મોબાઇલ ફોનથી કોલ આવ્યો હતો.અને તમારા પુત્રને વાઘોડિયા રોડ તીર્થ બંગ્લોઝ પાસે અકસ્માત થયો છે.તેવો મેસેજ આપ્યો હતો.જેથી,બ્રિજેશના પિતા સ્થળ પર દોડી ગયા હતા.સ્થળ પર જતા ખબર પડી હતી કે,એક સિટિ બસના ચાલકે સ્કૂટર પર જતા બ્રિજેશને અડફેટે લેતા તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોેચી હતી.ઇજાગ્રસ્ત બ્રિજેશને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હતું.

(5:26 pm IST)