Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

૧ કરોડની ઠગાઈમાં મહિલા નકલી ડેપ્યુટી કલેક્ટર નીકળી

સુરતમાં બિલ્ડર સાથે ૧ કરોડની ઠગાઈનો કિસ્સો : બિલ્ડર સાથે છેતરપિંડી કેસમાં પોલીસે આરોપીને ઝડપ્યો

સુરત,તા. : કતારગામના બિલ્ડરને નવસારીના સિસોદ્રા ગામમાં સરકારી જમીનની ફાળવી આપવાની વાત કરી નાયબ ક્લેક્ટર અને રેવન્યુ વિભાગના સેક્સન અધિકારી તરીકેની ઓળખ આપનાર એક મહિલા સહિત બે જણા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. બિહારને ગાંધીનગરમાં પણ કેટલાક લોકો સાથે મુલાકાત કરાવી રૂ. કરોડ લઈ લીધા હતા. બનાવ સંદર્ભે બિલ્ડરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનામાં સંડોવાયેલા આરોપી રામદેવસિંહની ધરપકડ કરી છે. કતારગામ સિંગણપોરા રોડ અશોકનગર સોસાયટીમાં રહેતા ગુણવંત વલ્લભ આંબલીયા જમીન લે-વેચ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુણવંત આંબલીયાનો સને ૨૦૧૬માં તેના વકિલ મિત્ર નિલેષની ઓફિસમાં રામદેવસિંહ લક્ષ્મણ ફમટ સાથે મુલાકાત થઈ હતી. રામદેવસિંહે તેની ઓળખ ગાંધીનગરમાં રેવન્ય વિભાગમાં સેક્સન અધિકારી તરીકે આપી તેનો આઈકાર્ડ બતાવ્યો હતો.

તેમજ જમીનને લગતા સરકારી કામ કરું છું જો કોઈ કામ હોય તો મને જણાવજો એમ કહ્યું હતું. દરમિયાન પાંચેક દિવસ બાદ ફરીથી રામદેવસિંહ ઓફિસમાં મળ્યા હતા અને નવસારી જીલ્લાના સીસોદ્રા (ગણેશ) ગામની તળાવની સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની વાત બિડર ગુણવંત આંબલીયાને કરી હતી. ગુણવંત આંબલીયાએ જમીન ખરીદવા તૈયારી બતાવતા હતા. રામદેવસિહે જમીન ફાળવણી કરી આપવા માટે રૂ. કરોડનો ખર્ચ થશે અને કરોડ જમીનની ફાળવણી અંગેની માંગણી કરતી અરજી કરવાની સાથે ચુકવાના રહેશે. એવું જણાવી જમીન ફાળવણીની પ્રક્રિયા એક વર્ષમાં પુરી કરી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બિલ્ડર ગુણવંત આંબલીયાની રામદેવસિહ અડાજણ સ્ટાર બજાર પાસે નેહા પટેલ નામની મહિલા સાથે - મુલાકાત કરાવી હતી. નેહાએ તેની ઓળખ ડેપ્યુટી કલેક્ટર અને હાલમાં ફરજ મોકુફ હોવાનું જણાવી આઈકાર્ડ બતાવી હું એક અધિકારી છુ તમે ચિંતા કરતા નહીં

(8:04 pm IST)