Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પુત્રી પર દુષ્કર્મ કેસમાં પિતાના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા

વાડજમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી : પિતા દ્વારા સગી પુત્રીની સાથે અંધારાનો લાભ લઈને શરીરના પ્રાઇવેટ ભાગ સાથે અડપલા કરવામાં આવ્યા હતા

અમદાવાદ,તા.૩૦ : દેશમાં એક તરફ કોરોના નો કહેર ચાલી રહ્યો છે. અને તેના કારણે દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી સોં કોઈ વાકેફ છે કે હાલ રોજગારી મેળવવી અને પોતાનો ઘર ચલાવું ખુબજ અઘરું બની ગયું છે. આવા માહોલમાં અમદાવાદના વાડજ વિસ્તારમાં કુલદીપ મિશ્રા નામના નરાધમ પિતાએ પોતાની સગી દીકરીની સાથે શારીરિક અડપલા અને કુદરતના નિયમો વિરુદ્ધના કાર્યો કર્યા હતા. જે મામલે નામદાર સેશન્સ કોર્ટે નરાધમ પિતાની રેગ્યુલર જામીન અરજીને ફગાવી દીધી હતી.વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોકસો ની ફરિયાદ દાખલ થઈ હતી.

             જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે કુલદીપ મિશ્રા નામના નરાધમ પિતાએ પોતાની સગી દીકરી ની સાથે રાત્રીના અંધારા નો લાભ લઈને તેના શરીર ના પ્રાઇવેટ ભાગો સાથે અડપલા કર્યા હતા. જે મામલે ઘબરાઈ ગયેલી સગીરાએ પોતાની માતાને બનાવ ની હકીકતા થી વાકેફ કરાવ્યું હતું. પોતાની દીકરી સાથે પિતાએ આવું કૃત્ય આચરતા માં પણ રડી પડી હતી. માનવતા ને શરમ માં મૂકે તેવો બનાવ પોતાના ઘરમાં બનતા સગીરાની માતાએ પોલીસનો સંપર્ક સાધીને વાડજ પોલીસ મથકમાં આરોપી કુલદીપ મિશ્રા નીસામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે આરોપીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતાં કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. આરોપીના વકીલ એસ. બી પ્રજાપતિ તેમજ સગીરા ના તરફથી વકીલ એમ.એમ રાજપૂત તેમજ સરકાર પક્ષ તરફથી વકીલ એચ.આર શાહ દ્વારા કોર્ટમાં મોખિક દલીલો અને લેખિત પુરાવા રજૂ કરાયા હતા. નામદાર સેશન્સ જજ એચ.જી વાઘેલા એ તમામ પક્ષકારોના વકીલને સાંભળ્યા બાદ આરોપી કુલદીપ મિશ્રા ની રેગ્યુલર જામીન અરજીની ફગાવી દીધી હતી.

(9:23 pm IST)