Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હેરાઈન પ્રકરણના પકડાયેલ બે આરોપીના જામીન ફગાવાયા

આરોપીઓએ ટેમ્પરી જામીનની અરજી કરી હતી : આરોપી સામે પુરતા પુરવા છે અને ગંભીર પ્રકારનો ગુનો હોવાથી જામીન ન આપી શકાય એવું કોર્ટનું તારણ

અમદાવાદ,તા.૩૦ : દરિયા માર્ગે દ્વારા પાકિસ્તાનથી ગુજરાતમાં ૫૦૦ કિલોગ્રામ હિરોઈન ઘુસાડવાના મામલે પકડાયેલા સાત આરોપી પૈકી રફીક સુમરા અને મજૂર અહેમદ અલીએ કરેલ ટેમ્પરી જામીન અરજી એનઆઈએના ખાસ જજ એસ.કે.બક્ષીએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે આરોપી સામે પુરતા પુરવા છે અને ગંભીર પ્રકારનો ગુનો હોવાથી જામીન આપી શકાય નહીં. આરોપી દ્વારા વૃઘ્ધ માતા બિમાર હોવાથી અને નાણાંકીય સ્થિતિ કથળી ગઈ હોવાથી ટેમ્પરી જામીન અરજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરીને સાતેય આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

                  જેમાં આરોપીઓ દ્વારા કોડવર્ડથી સમગ્ર ઓરપેશન હાથ ધર્યુ હતુ એટલુ જ નહીં નારકોટીકસની હેરાફેરીથી મળતા નાણાંના હવાલા પાડવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યુ હતુ. જેેમાં કેટલાક મુંબઈ,પંજાબ અને દિલ્હીના કેટલાકના નામો ખુલવા પામ્યા છે.દરમ્યાન રફીક સુમરા અને મજૂર અહેમદ અલીએ ટેમ્પરી જામીન અરજી કરીને જામીન   આપવા માટે દાદ માંગી હતી.સ્પેશિયલ એન આઇ એ કોર્ટના સ્પેશિયલ સરકારીએ એવી રજૂઆત થઈ હતી કે આરોપીઓની સામે ગંભીર પ્રકારનો ગુનો છે, અને તેમને જામીન ન મળવા જોઈએ કારણકે તેમણે દેશના યુવાનોને ખોટા માર્ગે દોરવા અને દેશ વિરોધી પ્રવૃતિ ઓમાં ભાગ લીધો છે માટે તેમને જામીન ન મળવા જોઈએ.બંને આરોપીઓની રજૂઆતો સાંભળ્યા બાદ બંને આરોપીઓની ૩૦ દિવસની વચગાળા ની જામીન અરજીને ફગાવી દીધી હતી.

(9:24 pm IST)