Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આરટીઓએ ૧૮ વર્ષથી ઓછી વયવાળા માટે બનાવ્યા ૩.૬૯ લાખ ડ્રાઇવીંગ લાયસન્સ : સીએજી

વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બેદરકારીનો પર્દાફાશ

ગાંધીનગર તા. ૧ : મોટર વાહન એકટ હેઠળ ૧૮ વર્ષથી ઓછી વયના લોકો વાહન ચલાવી શકતા નથી પરંતુ ગુજરાતમાં ૧૮ વર્ષથી ઓછી વયના લોકો માટે ૩.૬૯ લાખ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢવામાં આવ્યા હોવાનું સીએજીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ૧૬ થી ૧૮ વર્ષની વય વાળાને ૫૦ સીસીથી વધુ ક્ષમતાવાળા એન્જીનવાળી બાઇકના ડ્રાઇવીંગ લાયસન્સ જારી ન કરી શકાય પરંતુ એવો ખુલાસો થયો છે કે ૩૬૯૨૬૦ લાયસન્સ બાઇક માટે જારી કરવામાં આવ્યા છે જે નિયમની વિરૂધ્ધ છે.

રિપોર્ટ અનુસાર ન્યુનત્તમ યોગ્યતા ૮ ધોરણ નહી હોવા છતાં ૯૬ લાયસન્સ જારી કરાયા હતા તો ૫૦.૪૭ કરોડ રૂપિયાની રકમમાંથી ૧.૦૭ લાખ રૂપિયાની રસીદો કાર્યાલય સમયથી જારી કરવામાં આવી નહોતી.

(10:30 am IST)