Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરક્ષા સાથે રોજગારીની સુવર્ણ તક ઉભી કરતો મુખ્યમંત્રીનો નિર્ણય

રાજ્યમાં પ્રત્યેક હાઇરાઇઝડ બિલ્ડીંગ સહિતની ઇમારતોમાં હવે દર છ મહિને ફાયર એનઓસી રિન્યુ કરાવવું ફરજિયાત

નગરો - મહાનગરોમાં સ્વતંત્ર પ્રેકટીસ કરતા ફાયર સેફટી ઓફિસરોની પેનલ તૈયાર થશે : સરકાર યુવા ઇજનેરોને તાલીમ આપી નવો રોજગાર : વિજયભાઇ રૂપાણીના સંવેદનાસભર નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, ફાયર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના યુવા ઇજનેરોને નવી તક મળશે

ગાંધીનગર તા. ૧ : રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરક્ષા સાથે નવી રોજગારીની સુવર્ણ તકનો સમન્વય સાધતો સંવેદના સભર નિર્ણય જાહેર કર્યો છે.

રાજયમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચા મકાનો, વાણિજય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.

રાજય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકિટસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેકટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકિટસ કરવા મંજૂરી આપશે.

ફાયર સેફટીને લગતી તાલીમ માટે સરકાર ઓફફલાઇન-ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેકિટસ કરતા ફાયર સેફટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. ફાયર સેફટી એકટની કલમ ૧૨ મુજબ, આવા ફાયર સેફટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઇલેકિટ્રકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે, સાથે જ શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એન.ઓ.સી મેળવવાનું અને એનું રિન્યુએલ સરળતાથી થઈ શકશે.

ફાયર સેફટી એકટની કલમ ૧૨ મુજબ ફાયર સેફટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે.

બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજય સરકાર ઓફફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે. રાજયમાં આવેલાં અંદાજે પાંચ લાખથી વધુ મકાનો, વાણિજય સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે એને રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે તેમજ મિલકતમાલિકો-કબજેદારો પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.

(11:41 am IST)