Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

શાકભાજીના ભાવ આસમાનેઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

બટાકા, ટમેટા, ડુંગળીના ભાવમાં પણ તોતિંગ વધારો

અમદાવાદ,તા.૧: દિવસે દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેનું મોટું કારણ એ છે કે,આગળથી શાક આવી નથી રહ્યું. કોરોનાને કારણે અનેક ખેડૂતો માલ વેચવા નથી આવી રહ્યા. તો સાથે જ વરસાદના લીધે શાકભાજી બગડી જાય છે. તેથી હાલ શાકના ભાવ વધારે છે. શાકભાજીના ભાવવધારાને કારણે વેપારીઓને ગ્રાહક નથી મળી રહ્યા. કારણ કે, ભાવ વધવાથી ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જાય છે.

બટાકા, ટામેટા, ડુંગળીની સાથે સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને ડુંગળી અને ટામેટાના ભાવે લોકોને પરેશાન કરી મૂકયા છે. આ વિશે શાકભાજીના વેપારી કહે છે કે, જયાં સુધી શાકભાજીના નવા પાકની આવક નહિ થાય, ત્યાં સુધી કિંમતમાં ઘટાડો થવાની કોઈ શકયતા નથી. દૂધી, ભીંડા, કાકડી, કોબીજ સહિત તમામ શાકભાજીના ભાવ એક સપ્તાહની સરખામણીમાં ૧૦ રૂપિયાથી ૨૦ રૂપિયા કિલો વધી ગયા છે.

વેપારીઓ કહે છે કે, માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે તેના કરતા ઓછી શાકભાજી આવી રહી છે. જેને કારણે ભાવ વધેલા છે. તો બીજી તરફ ફળના ભાવમાં દ્યટાડો થયો છે. જયાં સુધી શાકભાજીના પાકની આવક પર જોર નહિ આવે ત્યાં સુધી તેના ભાવમાં દ્યટાડો શકયનથી. જોકે, શાકભાજીની નવી આવક ઓકટોબરમાં શરૂ થઈ જશે. પરંતુ નવેમ્બર પહેલા આવકમાં જોર પકડાશે.

(12:51 pm IST)