Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગુજરાતમાં રમત-ગમતનું બજેટ પ૦૦ કરોડ ફાળવ્યું છે

કોરોના કાળમાં પણ રમત-ગમત ખેલકુદ પ્રવૃતિનો વિકાસ રૃંધાય નહિ તેની કાળજી સાથે ત્રણ નવતર પહેલના ઇ-લોન્ચીંગ કરતાં મુખ્યમંત્રી : ગ્રામીણ યુવાશકિતના ખેલકૂદ કૌશલ્યને વિકસાવવા ગ્રામ્ય રમત-ગમત વિકાસ યોજનામાં પ૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસીત કરાશે

રાજકોટ, તા. ૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના હોનહાર પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજયનું નામ રોશન કરે તેવી સદ્યન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજય સરકાર કરશે તેવી પ્રતિબદ્ઘતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજયના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ ઉજાળે સાથોસાથ તેમણે સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાઓમાં રમત વીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યા છે.

રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ઉપક્રમે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો વિકસિત કરવાના ત્રિવિધ વિકાસકામોના ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.

તેઓએ રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેઈસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ એ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત જેમ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ઇનોવેશન માં, વિવિધ યુનિવર્સિટીઝની સ્થાપનામાં નંબર વન છે એમ રમત ગમત ખેલકૂદ પ્રવૃત્ત્િ।ઓમાં પણ આવનારા સમયમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે.

આ હેતુસર યુવાશકિતને રમત ગમત ખેલકૂદ પ્રત્યે વધુ પ્રેરિત કરી, તાલીમબદ્ઘ કરીને વિશ્વની યુવા શકિત સામે પડકારો ઝીલી શકવા સજ્જ કરવા આ સરકારે છેક ગ્રામીણ સ્તરે રમત ગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે.

રાજય સરકારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત મારફતે ખેલકૂદ તાલીમનું વિશાળ નેટવર્ક ઊભું કરીને દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ દ્વારા યુવા શકિતને ઓલમ્પિકસ ગેમ સુધીની સદ્યન તાલીમ આપવાનું ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે.

રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે રાજયના યુવાનો માં રમત ગમત પ્રત્યે દ્યેરબેઠા જાગૃતિ લાવવાના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.

તેમણે મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ખેલ અને કલા ક્ષેત્રે અનેક પ્રતિભાઓ આપી શકયું છે અને આપતું રહેશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજ ભટ્ટ, વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સી. વી. સોમ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ કુ. અંજના બહેન તથા અધિકારીઓ આ અવસરે ગાંધીનગરથી જોડાયા હતા. રાજયના જિલ્લા મથકોએ જિલ્લા રમતગમત અધિકારીઓ, ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા.

અધિક મુખ્ય સચિવ શ્રી સોમે સ્વાગત પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

(3:46 pm IST)