Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સિંહોને હરવા ફરવા માટે ગીર જંગલ વિસ્તાર ટૂંકો પડ્યો : પાંચ વર્ષમાં ભ્રમણ વિસ્તાર 36 ટકા વધ્યો

સિંહોનો વિસ્તાર ૨૨૦૦૦ ચો.કિ.મી.થી વધીને હવે ૩૦,૦૦૦ ચો.કિ.મી.નો થયો

અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમાન સિંહોને ભ્રમણ કરવા માટે ગીર જંગલનો વિસ્તાર ટૂંકો પડે છે અને 5 વર્ષમાં સિંહોનો આ વિસ્તાર ૩૬ ટકા એટલે કે ૨૨૦૦૦ ચો.કિ.મી.થી વધીને હવે ૩૦,૦૦૦ ચો.કિ.મી.નો થયો છે.

   ગુજરાતના સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ  રૃપાણીના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ હતી જે અન્વયે મળતી વિગત મૂજબ સિંહોની વસ્તીમાં પાંચ વર્ષમાં ૨૯ ટકાનો વધારો થયો છે અને સંખ્યા ૫૨૩થી વધીને હવે ૬૭૪ ઉપર પહોંચી છે.આ પહેલા તા.૧૨-૧૨-૨૦૧૯ના બોર્ડની બેઠક મળી હતી, જે સામાન્ય રીતે વર્ષે બે વખત મળતી હોય છે અને તેમાં વન્યજીવન વિશે પરામર્શ થયો હતો અને સભ્યો દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા

(5:39 pm IST)