Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમદાવાદના ઘાટલોડિયા પોલીસે નારણપુરામાં સોલા રોડ પરથી મકાનમાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતા 6 શખ્સોને ઝડપી પાડયા

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા, બોેપલ અને વાસાણામાં ટ્વેન્ટી-૨૦ આઇપીએલ  મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા છ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.

આ કેસની વિગત એવી  છે , ઘાટલોડિયા  પોલીસે  નારણપુરામાં સોલા રોડ ઉપર સરગમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવાંશ ધર્મેન્દ્રભાઇ ભાટિયાને ગઇકાલે  રાત પકડયો હતો. આરોપી નારણપુરા સરદાર પટેલ આવાસ યોજના પાસે મોબાઇલની દુકાન પાસે જાહેરમાં મોબાઇલમાં  ટી -ટવેન્ટી આઇપીએલ મેચ  ઉપર સટ્ટો રમતો હતો. જ્યારે બોપલ  પોલીસેપણ દસક્રોઇ તાલુકાના કુહા ગામના મલેક ઇનાયત મેહ બુબમીયાને બોપલ ગામમાં પાન પાર્લર પાસેથી આપીએલ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી પાડયો હતો.

(5:51 pm IST)