Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સાણંદ તાલુકાના ગોવિદ ગામની સીમમાં જીઆઈડીસીએ છાપો મારી જાહેરમાં જુગાર રમતા 10 શકુનિઓને ઝડપી 12 હજારની રોકડ જપ્ત કરી

સાણંદ:તાલુકાના ગોવિંદ ગામની સીમમાં જીઆઈડીસી પોલીસે છાપો મારી કુંડાળી વળી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડી રોકડ, મોબાઈલ સહિત ૧૨૩૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જી આઈ ડી સી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ફરતા ફરતા ગોવિદા ગામ નજીક આવતા ખાનગી રહે બાતમી મળેલ કે ગોવિંદા ગામમાં હેઠાળીયા વાસમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળામા કેટલાક લોકો પૈસા પાનાથી હારજીત જુગાર રમી રમાડી રહ્યાં છે. બાતમી વાળી જગ્યાએ રેડ કરવા નજીકમાથી બે પંચના માણસો બોલાવી બાતમીવાળી જગ્યાએ જઈ જોતા કેટલાક લોકો ગોળાઈમાં બેસી જુગાર રમતા જણાયા હતા. જેમને કોર્ડન કરી જે તે સ્થિતિમાં બેસી રહેવા જણાવેલ જેઓની અંગ ઝડપી અને પૂછપરછ કરતા જાણવા મળેલ ૧)મહેશભાઈ કાળુભાઈ પગી રહે દહેગામડા તા. બાવળા ૨)ભરતભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર રહે દહેગામડા, તા બાવળા ૩)હરગોવિંદભાઈ ગોરધનભાઈ ડાભી રહે દહેગામડા, તા બાવળા ૪)લક્ષ્મણભાઈ નવઘણભાઈ કો. પટેલ રહે રેથલ, તા સાણંદ ૫)બાબુભાઇ વનાભાઈ કો. પટેલ રહે ઉપરદળ, તા. સાણંદ ૬)નરેન્દ્રભાઈ ધીરુભાઈ કો. પટેલ રહે મેટાલ, તા. બાવળા ૭)કાળુભાઈ ધમાભાઈ કો. પટેલ રહે ઝાંપ,  તા. સાણંદ ૮) ગૌતમભાઈ જયંતીભાઈ કો. પટેલ રહે ઉપરદળ, તા. સાણંદ ૯)નવીનભાઈ ચંદુભાઈ કો. પટેલ રહે જુવાલ, તા. સાણંદ ૧૦)ગણેશભાઈ અભુભાઈ કો. પટેલ રહે જુવાલ, તા. સાણંદ તેઓ પાસેથી અંગ ઝડતીમાંથી ૧૧,૩૪૦ અને દાવ ઉપરના ૧૦૦૦ કુલ ૧૨,૩૪૦ અને ગંજી પાના નંગ ૫૨ સાથે પકડી પડેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 

(5:51 pm IST)