Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ ગઠિયો રીક્ષા લઇ રફુચક્કર

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલો ગઠિયો રિક્ષા લઇ રફુચક્કર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. સયાજીપુરા ના બંસીધર કોમ્પ્લેકસમાં રહેતા સુરેશભાઇ મા છીએ પોલીસને જણાવ્યું છે કે, કા ૨૬મીએ સવારે હું રીક્ષા લઇ કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ઉભો હતો તે વખતે 40 વર્ષની ઉંમરનો એક શખ્સ આવ્યો હતો.

પેસેન્જર તરીકે આવેલા શખ્સે ડભોઈરોડ પર કપૂરાઈ ગામ તરફ જવા માટે ભાડુ પૂછતાં મેં રુ.400 કહ્યું હતું. પેસેન્જરે 100 રૂપિયા વધારે આપવાનું કહી રૂ 500 નક્કી કરી રિક્ષામાં બેઠો હતો.રિક્ષા ચાલકે કહ્યું છે કે,અમિત નગર સર્કલ નજીક હું રિક્ષા રોકી લઘુશંકા માટે ગયો તે દરમિયાન ગઠિયો રિક્ષા લઇ ભાગી છૂટયો હતો. બનાવ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)