Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરતના વરાછામાં 7વર્ષીય પુત્રીને મોબાઈલમાં બીભત્સ ફોટા બતાવી નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના વરાછા એકતાનગરમાં ગત રવિવારે સાંજે 7 વર્ષીય પુત્રીને મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા બતાવી સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પિતાને ધાબા ઉપર મોબાઈલ આપવા ગયેલી બાળકી અડધા કલાક પછી પણ નીચે નહી આવતા માતા બોલાવા ગઈ તો પતિને બળાત્કાર કરતા જોતા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બનાવ અંગે માતાએ ગતરોજ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપક્ડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ આઈ.સી.ગાંધી મીલની પાછળના એકતાનગરમાં રહેતો અને જરીનું મજુરી કામ કરતો મુનાફ (નામ બદલ્યું છે ) ગત રવિવારે સાંજે 7 વાગ્યે ધાબા ઉપર સુતેલો હતો. તે વખતે તેના મોબાઈલમાં ફોન આવતા તેની પત્નીએ સાત વર્ષની માસુમ બાળકીને મોબાઈલ આપવા ઉપર મોકલી હતી. જોકે, પિતાને મોબાઈલ આપવા ગયાને 20 મીનીટથી વધુ સમય થવા છતાંયે બાળકી નીચે નહી આવતા માતા તેને બોલાવા માટે ધાબા ઉપર ગઈ હતી ત્યારે દ્રશ્ય જોઈને તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. નરાધમ પિતા મુનાફ તેની સગી દિકરી ઉપર જ દાનત બગાડી મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા બતાવી દુષ્કર્મ કરતો હતો. પતિને સગી દીકરી પર દુષ્કર્મ કરતા પત્નીએ રંગેહાથે ઝડપી લીધા બાદ ગતરોજ બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે મુનાફ શેખની ધરપકડ કરી હતી.

(5:54 pm IST)