Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગાંધીનગરમાં સે-3માં કારમાંથી દારૂનો વેપલો ચલાવનાર શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી લાખોનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂનું વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે સે-૭ પોલીસને બાતમી મળી હતી કે સે-૩/એ ન્યુના મેદાનમાં કારમાંથી દારૂનો વેપલો થાય છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કારમાં સવાર એક યુવાનને ઝડપી લીધો હતો અને કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની રર બોટલો મળી ૧.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.   

ગાંધીનગર જિલ્લામાં પરપ્રાંતમાંથી આવતાં વિદેશી દારૂના જથ્થાને પકડવા માટે પોલીસ મથી રહી છે અને બાતમીદારોને સક્રિય કરી પોલીસ વિવિધ સ્થળે થતાં દારૂના વેપલા ઉપર પોલીસ દરોડા પણ પાડી રહી છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૩એ ન્યુના મેદાનમાં કારમાંથી દારૂનો વેપલો થાય છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જીજે-૦૧-એચજે-૭૪૦૩ નંબરની કાર મળી આવી હતી અને તેમાં સવાર શખ્સ સે-૩ ન્યુમાં પ્લોટ નં.૧૫૯/૧ ખાતે રહેતો આશિષ ડાહયાભાઈ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં સીટની નીચેથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી અને અન્ય દારૂ અંગે પુછતાં ઘરે હોવાનું કહેતા પોલીસે તેના ઘરમાંથી તપાસ કરી હતી અને ત્યાંથી બીજી ૧૮ બોટલ માળીયામાંથી મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર મળી ૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ આ યુવાન દારૂ કયાંથી લાવ્યો હતો અને કોને વેચતો હતો તે જાણવા તપાસ શરૂ કરી છે. 

(5:55 pm IST)