Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પ્રાંતિજના પોળ વિસ્તારમા ઘર નજીક કાર પાર્ક કરતા અસામાજિક તત્વોએ કારમાં આગ ચાંપી દેતા ગુનો દાખલ

પ્રાંતિજ:શહેરના પાડાની પોળ વિસ્તારમાં પોતાના ઘર આગળ પાર્ક કરેલી કારમાં કેટલાક અસામજિક તત્વો  દ્વારા આગ લગાડમાં આવતા કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો અગાઉ પણ આ ઈસમની કારમાં કેટલાક અસામાજિક તત્વોએ આગ લગાવી હતી જે અંગે કારના માલિક  પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.

પ્રાંતિજ શહેરના પાડાની પોળ વિસ્તારમાં રહેતા કિરણકુમાર પ્રકાશભાઈ રાઠોડે પોતાના ઘર આગળ કાર પાર્ક કરી હતી મંગળવારની રાત્રીએ કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા કારના આગળના ભાગમાં આગ લગાડવામાં આવી હતી પરંતુ આ વિસ્તારનો એક રહિશ જાગી જતાં તેણે બૂમાબૂમ કરતાં આ વિસ્તારના લોકો જાગી ગયા હતા અને કારને પાણી છાંટી આગને બૂજાવી હતી. આગ પણ થોડો સમય પહેલાં તેમની કારને પાછળના ભાગમાં આગ લગાડવામાં આવી હતી જયારે તેમની કારને આગ લગાડવાનો આ બીજી વારનો પ્રયાસ છ. આ વિસ્તારના કેટલાક અજાણ્યા અસામાજીક તત્વો દ્વારા આ પ્રકારે કારને આગ લગાડવાના બનાવો બનતા રહયા છે.અગાઉ આ વિસ્તારમાંથી કારની ચોરીના બનાવો પણ બન્યા છે આ અંગે કારના માલિકે પ્રાંતિજ પોલીસ સટેશને અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)