Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વલસાડ એલસીબીએ રૂરલ પોલીસ મથકના દારૂના કેસમાં વોન્ટેડ આરોપી કિશન તિવારીને ઝડપી લીધો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબીએ રૂરલ પોલીસ મથકના દારૂના કેસમાં વોન્ટેડ આરોપી કિશન તિવારીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
  વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાએ વિવિધ કેસમાં ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવા   એલસીબીને સૂચના આપી હતી. જેના પગલે એલસીબીએ હાથ ધરેલા ચેકિંગમાં રૂરલ પોલીસ મથકના બે વર્ષ જૂના દારૂના કેસમાં ભાગતોફરતો આરોપી કિશન નાગેશસ્તદેવ તિવારી( રહે. સેલવાસ )અતુલમાં આવવાનો હોવાનું જાણવા મળ્યું હતુ. જેના પગલે પોલીસે અતુલમાં ગુપ્ત રાહે ચેકિંગ હાથ ધરી કિશનને પકડી પાડ્યો હતો. કિશન વિરૂદ્ધ રૂરલ પોલીસ સિવાય પારડી પોલીસ અને વાપી પોલીસ મથકે પણ દારૂની હેરાફેરીના ગુના નોંધાયા છે

(8:10 pm IST)