Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજ્યમાં એનસીસીનું પ્રથમ ફ્લાઇટ સિમ્યુલેટર કાર્યરત

રાજ્યના ઉડ્ડયન ક્ષેત્રે અનોખી પહેલ : અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા

અમદાવાદ,તા.૦૧ : ગુજરાત રાજ્ય એન.સી.સી. કેડેટ્સની તાલીમને વધુ સઘન બનાવવા માટે રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી રાજ્ય નેશનલ કેડેટ્સ કોર્પસ (એન.સી.સી.)માં સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છેઅમદાવાદના દિલ્હી ચકલા ખાતે આવેલા ગુજરાત એરફોર્સ એન.સી.સી.માં ગુજરાત રાજ્યના એન.સી.સી.ના એડીસનલ  ડાયરેક્ટર મેજર જનરલ રોય જોસેફ દ્વારા રાજ્યનાં પ્રથમ સિમ્યુલેટરને કેડેટ્સ માટે કાર્યરત કરાવવામાં આવ્યુ. ગુજરાત નિર્દેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્યનું પ્રથમ સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ હતું. મેજરલ જનરલ રોય જોસેફે જણાવ્યુ હતુ કે એન.સી.સી.ની તાલીમને વધુ સરળ બનાવવાના હેતુસર એરફોર્સ, નેવી અને આર્મીમાં સિમ્યુલેટર કાર્યરત કરવાની  દિશામાં અમે પ્રયત્નશીલ છીએ.

જેના ભાગરૂપે આજે ગુજરાત એર સ્કવાર્ડનમાં ઢઈદ્ગ છૈંઇનું સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. સિમ્યુલેટર પર ફ્લાયીંગની તાલીમ લઇને એરફોર્સ કેડેટ્સ વધુ પરિપક્વ બનશે. માઇક્રોલાઇટ એરક્રાફ્ટ એરક્રાફ્ટ ઘણા મોંધા હોય છે જેના પર કેડેટ્સને દરેક વખત ફ્લાયીંગ કરાવવું ખૂબ ખર્ચાળ બની રહે છે. જે હેતુસર કેડેટ્સને યુનિટમાં એક રૂમની અંદર ફ્લાયીંગની પ્રાથમિક તાલીમ મળી રહે તે હેતુસર એરક્રાફ્ટની રેપ્લિકા તૈયાર કરીને સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. સિમ્યુલેટરમાં એરક્રાફ્ટની  જેમ દરેક પેરામિટર, તમામ કંટ્રોલ પેનલ, ટેક ઓફ અને લેન્ડિંગ પેનલ, ઇમરજન્સી લેન્ડિંગ પેનલ, તમામ ગેજીસ(મીટર)ની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. જેથી  કેડટ્સને પ્રાથમિક તાલીમ સિમ્યુલેટરમાં આપવામાં આવશે ત્યારબાદના તબક્કાની તાલીમ માઇક્રોલાઇટ એરક્રાફ્ટમાં અપાશે. જે કેડેટ્સના આત્મવિશ્વાસમાં વધારો કરશે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.

રાજયના એન.સી.સી. નિર્દેશાલયમાં બે પ્રકારના માઇક્રોલાઇટ્સ એરક્રાફ્ટ 'ZEN AIRલ્લ, 'CH701લ્લ અને 'Virus SW80લ્લ કાર્યરત છે. જેમાં એરફોર્સના એન.સી.સી. કેડેટ્સને ફ્લાયીંગ કરાવવામાં આવે છે. ગુજરાત એર સ્કવોર્ડન એન.સી.સી.ના સી.. જે.એચ. માકંડે કહ્યુ હતુ કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી સિમ્યુલેટર કાર્યરત થઇ શક્યુ છે. જે માટે અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. સિમ્યુલેટર થકી એન.સી.સી. કેડેટ્સની પ્રાથમિક તાલીમ વધુ સરળ બની રહેશે. સિમ્યુલેટરની તાલીમના કારણે ફ્યુઅલ વપરાશ અને સમયમાં બચત થશે. સિમ્યુલેટર ઉમેરવામાં આવ્યા તે કેડેટ્સની તાલીમના ક્ષેત્રમાં મોટી સિધ્ધી છે. આનાથી કેડેટ્સ જમીની સ્તરે સલામતી સાથે અનુભવ મેળવી આક્સમિક પ્રક્રિયાઓ અને અસામાન્ય પરિસ્થિતિઓ માટે તૈયાર થશે.

(9:10 pm IST)