Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અહેમદ પટેલને કોરોના

રાજકારણીઓ પર વાયરસનો ભરડો

અમદાવાદ,તા.૦૧ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આજે કોરોનાને મ્હાત આપી ૧૦૧ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફર્યા છે. ત્યારબાદ કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આસોલેટ થવા વિનંતિ કરું છું. ઉલ્લેખનિય છે કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હમણાં કોરોના સામે જંગ જીત્યા છે ત્યાં કોંગ્રેસના વધું એક નેતા સંક્રમિત થયાં છે. ગત જૂન માસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પહેલા વડોદરાની હોસ્પિટલ અને ત્યાર બાદ અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. ૫૧ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર રહ્યા હતા.

(9:11 pm IST)
  • કાલે રજાના દિવસે પણ મગફળીનું રજીસ્ટ્રેશન થશે : એડી. કલેકટરશ્રીની પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આવતીકાલે ગાંધી જયંતિની જાહેર રજા છે, પરંતુ મગફળીનું રજીસ્ટ્રેશન યાર્ડ અને ગામડાના વીસીઇ કેન્દ્રો ઉપર ચાલુ રહેશેઃ રવિવારે રજી.માં રજા રહેશે access_time 3:42 pm IST

  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST

  • કોંગ્રેસ પક્ષના ધરખમ ગજાના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે access_time 5:22 pm IST