Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેડીયાપડામાં તલવાર રાખનાર એકને પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કારણે જાહેરનામું લાગુ હોવા છતાં નિયમોનું પાલન કરતા અમુક લોકો વિરુદ્ધ પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે જેમાં મોગી ચોક ખાતેથી એક વ્યક્તિને તલવાર રાખી જાહેરનામા ભંગ બદલ ઝડપી લેવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપડાના મોગી ચોક ખાતેથી નિરંજનભાઇ રમેશભાઇ નકુમ (રહે. દેડીયાપાડા જી.નર્મદા)ને તલવાર રાખી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા મો.સા અને મારક હથિયાર સાથે ઝડપી પાડી દેડીયાપડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:25 am IST)