Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોટેરા સ્ટેડીયમનું નામ બદલાતા પાસનું વિરોધ પ્રદર્શન

આખા રાજયમાં આંદોલનની ચીમકી

સુરત :.. અમદાવાદના સરદાર વલ્લભભભાઇ પટેલ સ્ટેડીયમનું નામ નરેન્દ્રભાઇ મોદી સ્ટેડીયમ કરાતા પાસના કાર્યકર્તાઓએ ગઇકાલે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન આપેલ.

પાસના ધાર્મિક માલવીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેકટર ઓફીસ પહોંચી નારેબાજી કરી વિરોધ પ્રદર્શન નોંધાવેલ. ધાર્મિક માલવીયાએ જણાવેલ કે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ બદલવું રાષ્ટ્રપુરૂષનાં અપમાન સમાન છે. તેમણે વર્તમાન સરકાર ઉપર ધર્મ અને સંસ્કૃતિ સાથે ખીલવાડ કરવાનો આરોપ પણ લગાડેલ. અને ચેતવણી આપેલ કે જો ફરી સ્ટેડીયમનું નામ સરદાર પટેલના નામે નહીં રખાય તો સમિતિ દ્વારા રાજયભરમાં આંદોલન કરાશે.

(3:12 pm IST)