Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભિલોડાના મલાસા બસસ્ટેન્ડ નજીક કાર પલ્ટી:અંબાજી દર્શન કરી પરત ફરતા પરીવારનો થયો આબાદ બચાવ

ખાડો તારવવા જતા કાર ખાડામાં ખાબકતા કાર ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ

ભિલોડાના નવી વસવાટમાં રહેતો એક પરિવાર કાર લઈ અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા મલાસા બસસ્ટેન્ડ નજીક ખાડો તારવવા જતા કાર ખાડામાં ખાબકતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતા જાણે કારે શિર્ષાસન કરેલ હોય તેમ ચારે વ્હીલ ઉપર આવી ગયેલ છે. કારમાં બેઠેલાઓનો ચમત્કારિક બચાવ થયેલ છે.કાર પલટી જતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા.

અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતા માર્ગો પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડયા છે.જવાદાર તંત્ર ખાડા પુરવામાં આળસ ખંખેરે તેવી લોકમાંગ પ્રબળ બની છે ભિલોડા નગરના નવી વસવાટમાં રહેતા ભરતભાઈ મુકેશભાઈ ભોઈ સહપરિવાર કાર લઈ અંબાજી દર્શન કરી પરત ભિલોડા ફરી રહ્યા હતા મલાસા બસસ્ટેન્ડ નજીક રોડ પર પડેલ ખાડાઓના પગલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્રણ-ચાર પલ્ટી ખાઈ કાર રોડ બાજુમાં રહેલા ખેતરમાં ધડાકાભેર પટકાઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને કારની સ્થિતિ જોતા અને કારમાં સવારી કરી રહેલ પરિવારને ઈજાઓ થવાની સાથે આબાદ બચાવ થતા લોકોના મુખમાંથી રામ રાખે તેને કોણ ચાખેના શબ્દો સરી પડ્યા હતા અકસ્માતના પગલે ઈજાગ્રસ્ત બનેલ લોકોને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા

(9:02 pm IST)